શનિવાર, 29 ડિસેમ્બર, 2012

સમજાશે...

ન  ધારવાનું કોઈ વાર ધારી જોશો તો સમજાશે;
સ્મરણમાં કોણ છે?  વિચારી જોશો તો સમજાશે.

દ્વાર દિલના બંધ રાખીને શીદને બેઠાં છો સનમ?
આંખોથી અમનેય આવકારી જોશો તો સમજાશે.

જમા રાખો અમારી લાગણીને દિલના વેપારમાં;
અમારે ખાતે જાત તમારી ઉધારી જોશો સમજાશે.

નથી લખતા આવડતું એવું અમને, સમજાય સૌને;
તમે એક વાર શબ્દેશબ્દ મઠારી જોશો તો સમજાશે.

આંખમાં સંઘરી નથી શકાતા આંસુંઓને સનમ કદી;
યાદમાં અમારી આંખને નિતારી જોશો તો સમજાશે.

અજાણતાં જ આપના દિલમાં વસી ગયો છે નટવર;
કેટલો યાદ કરો મને એ વિસારી જોશો તો સમજાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું