શનિવાર, 8 ડિસેમ્બર, 2012

ચૂપકે ચૂપકે...

કરે છે એ તો બધું કામ ચૂપકે ચૂપકે;
લઈ રહી છે મારું નામ ચૂપકે ચૂપકે.

નજરોથી ભરે,ક્યારેક સુકા અધરોથી;
કરું છું હું ખાલી એ જામ ચૂપકે ચૂપકે.

જોતો હતો રાહ એના એક ઇશારાની;
મોકલાવ્યો એણે પેગામ ચૂપકે ચૂપકે.

નીકળે રૂમઝૂમતી મતવાલી ચાલે એ;
જુએ આખે આખું ગામ ચૂપકે ચૂપકે.

તીર નજરના ચલાવે તીરછા તીરછા;
કર્યું છે કામ મારું તમામ ચૂપકે ચૂપકે.

દિવસ ગુજરી જાય છે એની યાદમાં;
વીતે હર બોઝિલ શામ ચૂપકે ચૂપકે.

કહે રાધા, ચેન મારું ચોરે છે એ તો;
ન વગાડ બંસરી શામ,ચૂપકે ચૂપકે.

આ મરજ ઇશ્કનો છે એવો ઓ દોસ્તો;
કરી દે જીવવાનું હરામ ચૂપકે ચૂપકે.

હતો ત્યારે હતો મશહૂર નટવર બહુ;
થયો બદનામ સરેઆમ ચૂપકે ચૂપકે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું