શનિવાર, 8 ડિસેમ્બર, 2012

તને જવા દઈશ...

તારે જવું જ હોય તો સનમ, હું તને જવા દઈશ;
પછી મારી જે દુર્દશા થવાની હોય એ થવા દઈશ.

લગાવી છે તેં જે પ્રેમ અગન મારા તન બદનમાં;
તારી ગેરહાજરીમાં હું ય એને વધારે હવા દઈશ.

બેશક તેં જ મનગમતાં દૂઝતા જખમો આપ્યા છે;
કહે સનમ,ક્યારે તું મને એની અકસીર દવા દઈશ.

ન પૂછ સનમ, શું કરીશ હું તારા વિના જિંદગીભર;
યાદમાં તારી ખુદને આંસુની નદીમાં તરવા દઈશ.

એમ કંઈ સાવ સરળતાથી હારે એવો નથી નટવર;
હું ય જોઉં છું જિંદગી તું કેટલા દુઃખ અવનવા દઈશ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું