શનિવાર, 29 ડિસેમ્બર, 2012

રડી લઉં છું છાનું છાનું...

ખખડાટ હસતા હસતા રડી લઉં છું છાનું છાનું;
હવે સાવ સુનું સુનું પડી ગયું છે મારું બિછાનું.

રાતભર પડખાં ફેરવતો રહું હું તિમિરને તાકતો;
હવે નથી આવતું અહિં કોઈ જ સપનું છાનુંમાનું.

તમે કેમ સાવ જ વીસરી ગયા એ તો કહો મને;
હું તમને કહેતો’તો સનમ, તમે કહેતા મને જાનું.

તમને હસતા જોવા હસતા હસતા હારી ગયો હું;
બાકી સનમ, મારી પાસે હતું એક હુકમનું પાનું.

કેવી રીતે મોકલવું સનમ,તમને મારો પ્રેમ પત્ર?
નથી તમારો કોઈ અતો પતો નથી કોઇ સરનામું.

તમારા વિના આ જીવવાનું એ તે કેવું જીવવાનું?
શમા વિના બળવાનું, પળે પળ ખુદને છળવાનું.

રાહ છે નટવરને રહેશે રાહ જિંદગીભર નટવરને;
એક દિ આપને ય મન થશે ફરી મને મળવાનું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું