શનિવાર, 29 ડિસેમ્બર, 2012

નથી કરવો....

સનમ, હવે મારો બચાવ નથી કરવો;
તારા મારા વચ્ચે તણાવ નથી કરવો.

ઠગી રહી છે સતત મને આ લાગણી;
લાગણીઓ સાથે લગાવ નથી કરવો.

જેવો છું એવો જ સ્વીકાર તું મને ય;
મારે કોઈ નવો બદલાવ નથી કરવો.

રાહ જ મંજિલ બનીને રહી ગયો છે;
ભર સફરમાં કોઈ પડાવ નથી કરવો.

તું છે એવી જ મને પસંદ છે સનમ;
તને હવે કોઈ જ સુઝાવ નથી કરવો.

તારી સાથે હારવામાં જીત છે મારી;
તારા પર મારે પ્રભાવ નથી કરવો.

આપવું હોય તો સાવ એમ જ આપ;
તારા દિલનો કોઈ ભાવ નથી કરવો.

રિસાઈ ગયો છે હવે ખુદથી નટવર;
મનાવવાનો યત્ન સાવ નથી કરવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું