શનિવાર, 29 ડિસેમ્બર, 2012

દફન...

દોસ્તો, હવે જલદીથી કરી દો તમે મારું દફન;
ઓઢીને સૂતો છું કોઈની યાદોનું રંગીન કફન.

આપી દીધી છે જિંદગીની હર પળ એમને મેં;
હાય રે!એમણે ન કર્યું એનું જરાય કદી જતન.

આખરે મળશે ચેન મને કબરમાં સુતા સુતા;
કરતો રહીશ નિરાંતે એનું હું મનોમન મનન.

મદદ કરતો રહ્યો સહુને હું જિંદગીભર યાર;
આખરે નરી એકલતા કરવી પડી મારે સહન.

ઊકેલી ન શક્યો હું એમની આંખોની ભાષા;
એમના ઇશારાઓની વાતો હતી બહુ ગહન.

રાહમાં એમની ખૂલી આંખે સૂતો છું કબરમાં;
ક્યારેક મારી કબરે એમનું ય થશે આગમન.

લખી લખી થાક્યો છે નટવર કેટલીય નજમ;
હજુ ય નથી આવતું શબ્દોમાં કેમ કોઈ વજન?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું