શનિવાર, 29 ડિસેમ્બર, 2012

એક ચમત્કાર...

યારો મારી જિંદગીમાં થઈ ગયો એક ચમત્કાર;
સપનાંમાં મારી સનમનો થઈ ગયો સાક્ષાત્કાર.

બસ એક વાર તો હસીને જો તું કદી મારા તરફ;
હું ક્યાં કહું છું કે હર વખતે કર તું મારો સત્કાર?

જતા જતા કરી ગઈ છે આંખોથી કતલ મારી એ;
હસતો રહી ગયો હું કરી ન શક્યો જરાય ચિત્કાર.

ન મળ્યા કર તું સહુને લળી લળીને ઢળીઢળીને;
કહેવાતા સજ્જનો આંખોથી કરતા રહે બળાત્કાર.

જેટલો ભૂલવાનો પ્રયત્ન કરીશ વધુ યાદ આવીશ;
વીસરવું જ હોય મને તો તું થોડાં પ્રેમથી ધૂત્કાર.

ન કર ફિકર નટવર તું એની અવગણનાની હવે;
એની એક આંખમાં હોય ધિક્કાર, બીજીમાં પ્યાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું