શનિવાર, 29 ડિસેમ્બર, 2012

બાદશાહી...

મારી પ્યાસી આંખોમાં છે જે પવિત્ર પ્રવાહી;
મારી અસીમ તન્હાઈની પૂરે છે એ ગવાહી.

હવે ગણતરી થવા લાગી મારી દિવાનાંમાં;
લો, ત્યારથી આખી દુનિયા થઈ ગઈ ડાહી.

તોફાનમાં મધદરિયે ફસાઈ નાવ જિંદગીની;
ને રિસાઈ ગયો છે મારી સાથે મારો માહી.

એ જ દઈ ગયા છે દગો મને હસતા હસતા;
જે વ્યક્તિને મેં મારી હદથીય વધારે ચાહી.

છે એક જ અવલ મંજિલ છે એક રાહ બન્નેનો;
સર-એ-રાહ ચાલતા અલગ થઈ ગયા હમરાહી.

ન કરો નાહક ફિકર દોસ્તો તમે પણ મારી હવે;
દિલ જ તૂટ્યું છે,નથી થઈ કોઈ મોટી તબાહી.

નટવરની મહેફિલની વાતો છે સાવ અનોખી;
છે મુફલિસ,અંદાજ-એ-બયાં છે એનો બાદશાહી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું