શનિવાર, 29 ડિસેમ્બર, 2012

ગોટાળો...

થવાનું હોય એ થઈને જ રહે, ભલે ગમે એટલું ટાળો;
થતા થતા થઈ ગયો છે મારાથીય યારો એક ગોટાળો.

છલક છલક છલકાતી મારી લાગણીઓનાં સરોવરમાં;
મારાથીય અચાનક થઈ ગયો છે તોફાની કાંકરીચાળો.

દોસ્ત તારા આ અકળ અગાઢ રહસ્યમય મૌન કરતા;
તું શું જાણે? મને કેટલી વહાલી લાગે છે તારી ગાળો?

કેવી રીતે મળે મને તાળો જિંદગીના આ સમીકરણોનો?
કરવાની હતી જ્યાં સંબંધોની બાદબાકી, કર્યો સરવાળો.

મળતા મળતા મળી જશે આપનેય મારા ઘરનો રસ્તો;
બસ, સનમ, તમારા ચરણ મારા ઘર તરફ કદી વાળો.

ઊડી ગયું પંખી પાંખમાં સમાવવા આખે આખું આકાશ;
સુની સુની પડી ગઈ છે ડાળો, સુનો પડી ગયો છે માળો.

અક્ષરેઅક્ષર,શબ્દેશબ્દ ઉતાર્યો સીધો દિલમાંથી નટવરે;
તને નટવર,તો ય કેમ યારો કહ્યા રાખે તું છે નખરાળો?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું