શનિવાર, 29 ડિસેમ્બર, 2012

એક પરી...

બચપણમાં માએ કરેલ વાર્તા પડી ગઈ સાવ ખરી;
આજે મને ય મળી ગઈ છે મારા સપનાંની એક પરી.

હું ધારું તો ય તું એવું તો નથી થવા દેવાનો ભગવાન;
સાથ સનમ હોય તો રોક કદી તું સમયની ફરતી ધરી.

ચાલો એને રાજી રાખવામાં થોડો તો હુંય સફળ થયો;
હસે છે મારા પર એ મને એનાં જ પ્રેમમાં પાગલ કરી.

જો તું સામે કિનારે રાહ જોતી હોય મારી ભવોભવથી;
તો હું ય આવું બન્ને કાંઠે છલકાતી નદી આંસુની તરી.

આ જીવવાનું ય કેવું જીવવાનું છે દોસ્ત મારા તું કહે;
થોડુંક જીવવાનું હોય છે રોજરોજ કોઈ પર મરી મરી.

સમય, તેં આ શું શીખવ્યું છે હર માણસને આ જગમાં?
સાવ સહજ હર વાતમાં હર માણસ પણ જાય છે ફરી.

રેશમી સંબંધ આપણો ખરેલ પુષ્પ જેવો જ રહેવાનો;
સુવાસ આવતી રહે ભલે પુષ્પ પાંખડીઓ જાય ખરી.

અહિં કોને જઈને નટવર એના ઘાયલ દિલની વાત ?
મળ્યા છે દોસ્ત જેના મુખમાં છે રામ, બગલમાં છરી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું