શનિવાર, 29 ડિસેમ્બર, 2012

ચાલ્યા ગયા...

એમની નજરમાં મને ગિરફતાર કરીને  ચાલ્યા ગયા;
તેજ આ ઘાયલ દિલની રફતાર કરીને ચાલ્યા ગયા.

મેં કહ્યું  રહેવા દો મને તમારા દિલના એક ખૂણામાં;
એ મને એમના દિલથી હદપાર કરીને ચાલ્યા ગયા.

કર્યો છે ઘાયલ મને તમે , હવે તમે જ બચાવો સનમ;
તો દર્દ મારું વધે એવો એ ઉપચાર કરીને ચાલ્યા ગયા.

આપ્યો તો મેં ટેકો જેમને એમના ડગમગતા કદમ પર;
એઓ જ બરહેમીથી મને નિરાધાર કરીને ચાલ્યા ગયા.

આવ્યા મારી મૈયતમાં, ખભોય આપ્યો મારા જનાજાને;
હતા કાતિલ એ જ આવો સદાચાર કરીને ચાલ્યા ગયા.

અમે ભલે ડૂબી ગયા મઝધારે કોઈને બચાવવા જતા;
ગનીમત છે, એમને તો અમે પાર કરીને ચાલ્યા ગયા.

વણી વણી ગણી ગણી ચૂંટ્યા હતા કેટલાંય નેતાઓને;
એ સૌ મારા બેટા અખૂટ ભ્રષ્ટાચાર કરીને ચાલ્યા ગયા.

અદભુત પ્રેમી  થવાની કેવી સજા મળી છે નટવર તને?
તું થઈ ગયો છે પાગલ એવો પ્રચાર કરીને ચાલ્યા ગયા.






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું