શનિવાર, 29 ડિસેમ્બર, 2012

શું કરું?

ન કરું હું તો ય સનમ, તારી યાદ આવે તો શું કરું?
આંસુઓને મેં ચાખ્યા, ખારો સ્વાદ આવે તો શું કરું?

હોઠો તો બંધ રહેતા શિખી જશે સમજતા સમજતા;
આંખોમાં તને ન જોયાની ફરિયાદ આવે તો શું કરું?


ન તેં કંઈ કહ્યું હોઠોથી, ન કહ્યું કહેવા જેવું આંખોથી;
રાત મધરાત સપનાંમાં તારો સાદ આવે તો શું કરું?

વાત કરતા કરતા વાત વણસી જાય કદી ભાવિમાં;  

વાતવાતમાં તને ન ગમતાં સંવાદ આવે તો શું કરું?

હસતા રહેવાનું વેણ દીધું’તું એથી હસુ છું મહેફિલમાં;
હાસ્યની ઓથમાં સંતાયને વિષાદ આવે તો શું કરું?

એક છત્રી નીચે ફરતા હોઈએ એકમેકને વિંટળાયને;
ઊડે છત્રી પવનમાં અને વરસાદ આવે તો શું કરું?


છે મારી મહેફિલ તો દિવાના પરવાના આશિકો માટે;
જખમ-એ-દિલ લઈને કોઈ બરબાદ આવે તો શું કરું?

લખવાનું જે ધારે તો ય ન લખી શકે નટવર કદીક;
શબ્દે શબ્દે કોઈ અજાણ્યો અવસાદ આવે તો શું કરું?

1 ટિપ્પણી:

  1. Natvarji,

    Your yahoo a/c is hacked. I have receive an email from your a/c with subject "Sad Trip".

    Please change the password as soon as possible.

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું