શનિવાર, 29 ડિસેમ્બર, 2012

કેવી રીતે બદલું?

કેવી રીતે બદલું? આઈનો કહે ચહેરો બદલ;
શબ્દો ખોવાયા ક્યાંક, કઈ રીતે લખું ગઝલ?

તુ મને ચાહે ન ચાહે તારી મરજી મારી સનમ;
હું તો તને હરદમ ચાહીશ,મારો ઇરાદો અટલ.

તને ભલે એમ લાગે છે કે હું કદી રડતો નથી;
છુપાવું હસીને રુદન,આંખોમાં જરૂરી નથી જલ.

એક પછી એક ચોકઠાં ય ગોઠવાતા નથી હવે;
ક્યાંક કંઈક ખૂટે છે, છે જિંદગી જિગ્સૉ પઝલ.

દુનિયા તો દુનિયા છે,આ દુનિયાને શું કહેવું?
છે આદત દુનિયાની એ કરશે દિલોમાં દખલ.

ઘાયલકી ઘાયલ જાને દૂસરો ન જાને કોઈ રે!
સપના વાવી ઉછેરવાની છે ખયાલોની ફસલ.

લખી લખીને શું લખવું નટવર સાવ અમસ્તું?
સમજનારા સમજી જાય છે સાનમાં દરઅસલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું