શનિવાર, 8 ડિસેમ્બર, 2012

સપનાંની દુકાન

લઈ લો બે ચાર, ખોલીને બેઠો છું હું સપનાંની દુકાન;
ગમ હો કે ખુશી, મારે હર ચહેરા પર જોવી છે મુસ્કાન.

સપ્તરંગી સપનાંની આપ લે કરતો રહું હું સાવ સહજ;
સોદો કરું એવો હું જેમાં ન કોઈ નફો ન કોઈ નુકશાન.

સજાવો તૂટેલ દિલને, સજાવો સુના સુના મનને, ઘરને;
સપનાંના સરનામાં વિનાનું ઘર બની જાય છે મકાન.

ક્યારેક ખુલી આંખે જોઓ તો કદી જુઓ બંધ આંખોએ;
જોતા જો શીખો સપનાંઓ, દૂર થઈ જશે બધી થકાન.

સુહાના સપનાંને સથવારે હંકારે નટવર રથ જિંદગીનો;
બનાવી સપનાંને સારથિ સોંપી દો તમે જિંદગીનું સુકાન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું