શુક્રવાર, 9 નવેમ્બર, 2012

Emotion

મારી જિંદગી ય હવે થઈ ગઈ રોશન રોશન;
હવે તું ય સમજવા લાગી છે મારી Emotion.

કેવી રીતે હું બચાવું ખુદને સનમ તું જ કહે;
તારી સુરમઈ આંખોમાં ય ઊછળે છે Ocean.

ઇશ્ક મારી બંદગી છે, ઇશ્ક મારી જિંદગી છે.
ચાલ શરૂ કરીએ આપણે ઇશ્કની આ Motion.

તારી આંખોમાંથી ઉતારી વસાવી દે દિલમાં;
મારી જિંદગીનું છે આ જ તો મોટું Promotion.

જખમ એમ તો આપ્યા છે દુનિયાએ ગહેરા;
કદીક તો લગાવ ત્યાં સુંવાળા સ્પર્શનું Lotion.

ગઈ છે તું જ્યારથી છોડીને મને ઓ સનમ;
સાવ ધીમી પડી ગઈ છે સમયની ય Motion.

તૂટવાનું જો હોય તો તૂટીને જ રહે છે દિલ;
ભલે નટવર રાખ તું ગમે એટલી Precaution.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું