શુક્રવાર, 9 નવેમ્બર, 2012

ઘાવ મળે...

ઉપાય એના સાવ ઓછા મળે;
રોજરોજ નવા એવા ઘાવ મળે.

હસીને જોયું કોઈના તરફ જરા;
તો મને આંસુના સરપાવ મળે.

સુનું આંગણું સુની સુની છે શેરી;
ક્યાંક તો હવાની આવજાવ મળે.

વૈતરણી ય એમ તો ઊંડી નથી;
પહોંચાડે કિનારે એવી નાવ મળે.

જુદા જુદા લોક, જુદી જુદી જાત;
જાત જાતના સૌ સ્વભાવ મળે.

આટલું તો આપ્યું ખુદા તેં મને;
કેમ તો ય આવો અભાવ મળે?

ખો દઈ ગઈ તારી યાદની મને;
તને હું પકડું એવો ય દાવ મળે.

હાથ તાળી હર કોઈ દે નટવર;
કાશ ક્યાંક તો થોડો લગાવ મળે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું