શનિવાર, 14 જુલાઈ, 2012

કોઈની ખોટ ખાસી...

ન મળ્યો મને પતો, જોયું મેં સઘળે તપાસી;
મને છેતરી મારો સમય ક્યાંક ગયો છે નાસી.

પાલવ જરાક હઠ્યો અને દેખાયો ચાંદ દિવસે;
સહુ જોતા રહ્યા એ સુંદર ચહેરો મોઢું વકાસી.

ન કરું હું હજ યાત્રા, ન જાઉં કદી હું ચારધામ;
જ્યાં પડ્યા એના ચરણ ત્યાં મારા મથુરા કાશી.

ગઈ છે જ્યારથી એ,સૂની છે બારી,સૂની છે ગલી;
એના ચરણકમળ માટે તરસે છે મારી અગાસી.

છે સાવ અજાણ રાહ, થાકેલ કદમ, દૂર મંજિલ;
જન્મથી મરણ સુધી દોસ્ત, સહુ છે અહિં પ્રવાસી.

હસતા ચહેરો મારો ભલે દોસ્ત, તને લાગે નૂરાની;
તું દોસ્ત કેવો?તું ય ન સમજી શક્યો મારી ઉદાસી.

નથી કંઈ કમી એમ તો નટવરની જિંદગીમાં ય;
તો ય ન જાણે લાગ્યા કરે છે કોઈની ખોટ ખાસી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું