રવિવાર, 15 જુલાઈ, 2012

લખાય ના


અરે! હવે  કોઈ ઉતારો ભીંતેથી આ આયના;

સૌંદર્ય મારી સનમનું એમાં હવે સમાય ના.



જતા જતા એણે શું જાદુ કર્યું મારી આંખોને?

જ્યાં જોઉં એના સિવાય બીજુ કંઈ દેખાય ના.



જે ન થઈ શક્યા કદી ખુદના,ન થશે ખુદના;

યાર મારા,કમબખ્ત કદી એ કોઈના થાય ના.



ક્યારેક તો ઓગળશે એ પથ્થર દિલનું હ્રદય;

કર્યા છે પ્રયત્ન દિલથી જે કદી વ્યર્થ જાય ના.



એક તો ગળતો જામ છે  અને છે એ અધૂરો;

સાકી, નજરોથી ભર તો કદી એ છલકાય ના.



ઇશારો કાફી હોય સનમ, દિલની વાત માટે;

મારો જ ઇશારો સનમ કેમ તને સમજાય ના?



ચહેરા પર ચહેરો પહેરી ફરે અહિં હર શખ્સ;

કોણ છે હબીબ, કોણ છે રકીબ, પરખાય ના.



જો થાય તો મિત્રો એવા આપજે મને પ્રભુ તુ;

આવે વિપત્તિ તો ય ચાલ એની બદલાય ના.



લખતો આવ્યો ને લખી લખી થાક્યો નટવર;

દોસ્ત મારા, લખવાનું છે એ કદી લખાય ના.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું