શનિવાર, 14 જુલાઈ, 2012

તરસ્યો છું....

સદિયોથી હું તો તરસ્યો છું;
તો ય મન મૂકી વરસ્યો છું.

ખુશીનું સરનામું શોધતા;
ભીની આંખે ઘણું હસ્યો છું.

ન પૂછ હું ક્યાં છું સનમ;
તારા દિલમાં જ વસ્યો છું.

સમય જેમ ચલાવે ચાલ;
એમ થોડું થોડું ખસ્યો છું.

શબ્દોએ સાચવ્યો છે મને;
શબ્દે શબ્દે હું ય શ્વસ્યો છું.

ઝેર જુદાઈનું પચાવી ગયો;
થઈ જુદા ખુદને જ ડસ્યો છું.

છે ફૂલ ગુલાબી નટવર પણ;
હુસ્નનો,શબાબનો રસિયો છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું