સોમવાર, 18 જૂન, 2012

વધતો જાય છે............


જેમ જેમ તન્હાઈનો વિસ્તાર વધતો જાય છે;
એમ મારા ચહેરા પર નિખાર વધતો જાય છે.

આંખો ખુલ્લી રાખું છું હરદમ મારી હવે દોસ્ત;
ખુલ્લી આંખોનાં સપનાંનો ભાર વધતો જાય છે.

જેને જેવો લાગ્યો એવો ચીતર્યા કર્યો અહીં સૌ;
કહેવાય એ નિરાકાર ને આકાર વધતો જાય છે. 

કરતા રહ્યા નફરત  સનમ મને હદથી વધીને;
એમ એમના પ્રત્યે મારો પ્યાર વધતો જાય છે.

પડી જ્યારે જ્યારે નજર એ હસીન ચહેરા પર;
ત્યારે ત્યારે શરમનો શણગાર વધતો જાય છે. 

અખંડ દીવો સળગાવ્યો દિલમાં કોઈના પ્યારનો;
દિવા તળે ન જાણે કેમ અંધકાર વધતો જાય છે.  

સથવારો શબ્દનો મળ્યો  તો સારું થયું નટવર;
લાગણીઓ સાથે મારો વહેવાર વધતો જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું