સોમવાર, 18 જૂન, 2012

વ્યથાઓ...


વ્યથાઓ હવે  અહિં હદ વિનાની છે;
એનું નામ જ તો આ  જિંદગાની છે.

કોઈને અસીમ પ્રેમ કરવો એટલે શું?
ઈબાદત છે,પયામ-એ- બંદગાની છે.

હર અદાઓ છે મસ્ત એમની દોસ્તો;
એથી આ દુનિયા એમની દિવાની છે.

મઝધારે મારી પ્રેમ નૌકામાં છે કાણું;
ને બેરહેમ જમાનાની હવા તુફાની છે.

શું કામની આ જવાની તારા વિના?
જાણે અંત વિનાની  કોઈ કહાની છે.

કોઈ કોઈ કોઈનું કોઈ નથી અહિંયાં;
સહુ સગપણો, સહુ સંબંધો  ફાની છે.

છે દિલમાં દરદ ને હસી રહ્યો છું હું;
કેમ કે  ખયાલો મારા આસમાની છે.

કોઈ તારું શું બગાડી શકશે નટવર?
તારા પર તો મહેરબાની  ખુદાની છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું