ગુરુવાર, 31 મે, 2012

રાહ છે મને


એ મળી જાય અચાનક એ અવસરની રાહ છે મને;
અને એના સ્નેહની થાય એ ઝરમરની રાહ છે મને.

એને નિહાળી એક ધબકારો ચૂકી જાય છે હ્રદય મારું;
એના ઉરને પણ કોઈ થાય એ અસરની રાહ છે મને.

હોઠોથી કહેવાની વાત કહી દીધી છે મેં તો આંખોથી;
નીચી નજરે કદી આપે કોઈ એ ઉત્તરની રાહ છે મને.

પથ્થર દેખી પૂજ્યા દેવ તો ય ન છૂટી ભક્તિની ટેવ;
વગર પૂજાએ જો રીઝે કોઈ એ ઈશ્વરની રાહ છે મને.

પડખા ઘસી ઘસી વિતાવી છે રાત તન્હાઈના દોરમાં;
આંખો ખૂલે ને થાય સવાર એ નીંદરની રાહ છે મને.

ગયા એ કદી આવતા નથી નટવર ભલે એ હકીકત છે;
મને હજુ ય એમની આવવાની એ ખબરની રાહ છે મને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું