સોમવાર, 30 એપ્રિલ, 2012

અથથી ઈતિ


મારી આ આખી જિંદગીની એટલી જ અથથી ઈતિ;
ન થયા કદી ય મારા એને જ હું કરતો રહ્યો પ્રીતિ.

ન પૂછ દોસ્ત કેવી છે હાલત મારી ઇશ્ક ફરમાવીને;
પ્રેમબાણ વાગ્યા હોય એ જાણે એના પર શું વીતી.

ન મળે કદી દિવસે ચેન, ન આવે મને રાતે નીંદર;
જેવી છે મારી સ્થિતિ, શું એવી છે એની પરિસ્થિતિ?

કેન્દ્રની વચ્ચે હરદમ રહ્યો એટલે જીવી રહ્યો દોસ્ત;
રહે ચોપાસ મારી એની નશીલિ નજરની પરિમિતિ. 

એ બે અફીણી આંખો મને ગમવા લાગી દોસ્ત એટલે;
નિહાળી મને એક વાર જે નજાકતથી કદીક નમી’તી.

કરવી જ જો હોય સજા મને મજા-એ-ઇશ્કની દોસ્તો;
ન કર્યો હોય જેણે કદી ય ઇશ્ક બનાવો એની સમિતિ.

હર ઘડી, હર પળ નટવરે સાચવ્યા છે આપને મિત્રો;
હવે એને સાચવો તમે,છે એ બિચારાંને ખુદની ભીતિ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું