રવિવાર, 22 એપ્રિલ, 2012

છળી જાય છે.....


સાંજ ઢળે ચરણ મારા મયખાના તરફ વળી જાય છે;
મળી અંગૂરની બેટીને બલા મારી બધી ટળી જાય છે.

આ શરાબ પણ બહુ અદ્ભુબત પ્રવાહી છે ઓ યાર મારા;
વિષમ દુઃખ દર્દ ય આસાનીથી એમાં ઓગળી જાય છે.

જોતો રહી જાઉં નકાબ હેઠળ સંતાયેલ સાકીના હુસ્નને;
નજરોથી એણે ભરેલ જામ એમને એમ ગળી જાય છે.

સહજ અચાનક જો સરકે નકાબ એ ગુલાબી ચહેરેથી;
મયકશોના મ્હોંથી હળવી હળવી આહ નીકળી જાય છે.

નશો શરાબનો સાવ અલગ કરે છે અસર મિત્ર મારા;
જ્યારે હુસ્ન સાકીનું ટપકી ટપકી એમાં ભળી જાય છે.

તન્હાઈના અસીમ દોરમાં ભીંતોને ય કાન ફૂટી નીકળે;
સુના ઘરમાં મારા નિ:સાસા દિવાલો સાંભળી જાય છે.

ન જાણે કેમ મનગમતાં લોક સહુ રહે છે કોસ કોસ દૂર;
અણગમતાં લોક રોજ રોજ ડગલે પગલે મળી જાય છે.

વહેલી સવારે સવારે મળ્યો છું સનમને હું તો સપનામાં;
કહેવાય છે ને યાર,વહેલી સવારનું સપનું ફળી જાય છે.

ચાર દિનની ચાંદની છે તો નટવર તું જી ભરી જીવી લે;
નહીંતર દબાતે પગલે આવી મોત અચાનક છળી જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું