રવિવાર, 22 એપ્રિલ, 2012

છે...


આયનાએ ઓળખવાની ના પાડી છે;
મેં ખુદને મારી જ નજર લગાડી છે.

રમતીતી ભમતીતી આસપાસ મારી;
જિંદગી મારી, મેં તને બહુ રમાડી છે.

પ્યાર તારી સાથે એવો મેં કર્યો સનમ;
જાણે મેં તો એક હાથે તાળી પાડી છે.

શું છે આ જિંદગી તારા વિના સનમ?
બસ ચલતી કા નામ એક ગાડી છે.

તારા વિના કેમ જીવવું મારે તું કહે!
મારા જીવનમાં તું જ  એક લાડી છે.

કેવી રીતે તારી તારીફ કરું હું સનમ?
હું રહ્યો ગાંગો તેલી, તું રજવાડી છે.

રાધા નથી કંઈ થઈ અમસ્તી બાવરી;
શ્યામે ક્યાંક  દૂર બંસરી વગાડી છે.

વિચારોના પુષ્પ અહીં ખીલતા રહે છે;
મન નટવરનું એક પાંગરતી વાડી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું