શનિવાર, 14 એપ્રિલ, 2012

ક્યાં છે?


વાત આપણી હજુ વિસ્તરી ક્યાં છે?
આંખો છલકાય પણ નીતરી ક્યાં છે?

હું તો થતા થતા થઈ ગયો તારો જ;
તો ય હજુ તને એની ખાતરી ક્યાં છે?

સાજો કેવી રીતે થાઉં? હું દિલનો દર્દી;
તારા જેવી કોઈની ય ચાકરી ક્યાં છે?

તું ભલે કહે કે તું બધું સમજી ગઈ છે!
પરંતુ મેં કદી તને વાત કરી ક્યાં છે?

બાએ કરી હતી કેવી મજાની વાર્તાઓ!
વાર્તા રે વાર્તાની પેલી પરી ક્યાં છે?

દોસ્તો દયા ન ખાઓ તમે મારી હવે?
યાદમાં એની હજુ આહ ભરી ક્યાં છે?

તું ગઈ છે જ્યારથી અટકી ગઈ સાવ;
ધરી ધરતીની હવે કદી ફરી ક્યાં છે?

હું રહ્યો આ પાર તું વસી છે પેલે પાર;
એકલતાની નદી આપણે તરી ક્યાં છે?

કવિતા લખીને નિરાંતે બેઠો છે નટવર;
શબ્દમાં લાગણીઓ હજુ ઠરી ક્યાં છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું