બુધવાર, 11 એપ્રિલ, 2012

સનમ

દિલની વાત છે, નથી કોઈનો દોષ સનમ;
જોશમાં આવી નથી મેં ખોયો હોશ સનમ

બે હોઠો ભલે તારા બંધ રહ્યા થરથરીને;
તારી અફીણી આંખો નથી ખામોશ સનમ.

હું તો તને ચાહ્યા કરીશ ભવોભવ સનમ;
તું ન ચાહે મને નથી કોઈ અફસોસ સનમ.

પીધું છે એક વાર એ મદભરી આંખોથી મેં;
છે ખુમાર એનો,રહું હરદમ મદહોશ સનમ.

રૂબરૂ બન્ને તો આપણે ક્વચિત્ જ મળ્યા છે;
સપનામાં મળવાથી નથી કોઈ સંતોષ સનમ.

હસતા હસતા કરી ગઈ ઘાયલ મને તું તો;
વાહ રે વાહ!તું તો છે જ બહુ બાહોશ સનમ.

હશે તારી કોઈ મજબૂરી અને હશે એ બુરી;
બાકી તું નથી કોઈ અહેસાન ફરામોશ સનમ.

મારી યાદમાં તારા ગુલાબી ગાલોએ આંસુ;
છે એ તો ગુલાબી ગુલાબ પર પોસ સનમ.

કેવી રીતે તરવો આ ભવસાગર તારા વિના? 
નથી મારામાં બાકી રહ્યું કોઈ જોશ સનમ.

દિલની અંદર વસાવી છે નટવરે તને તો;
હર પળ મહેસૂસ કરું તારો આઘોષ સનમ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું