શનિવાર, 7 એપ્રિલ, 2012

ખુદા હાફિજ

જીવી રહ્યો હતો હું જેને મળવાની ખ્વાહિશ કરીને;
આવ્યા એ ને જતા ય રહ્યા મને ખુદા હાફિજ કરીને.

મેં તો એમને કંઈ ન કહ્યું ન તો એમણે મને કંઈ;
ન કોઈ વાત થઈ બસ, જતા રહ્યા એ રીસ કરીને.

જીવતર મારું થયું સફળ,હું થઈ ગયો ધન્ય ધન્ય;
એકનું એક પાગલ હૈયું મારું એમને નવાજિશ કરીને.

જતા જતા પલ ભર નજર કરી ચેન ચોરી ગયા;
ન જાણે શું મળ્યું એમને ય આવી સાજીશ કરીને.

કોણ કહે છે રણમાં કદી પુર નથી આવતા દોસ્ત?
મેં સહરા છલકાવી દીધું આંસુંઓની બારિશ કરીને.

દિલ મારું લઈ લીધું,માંગ્યું તો ય ન એમનું આપ્યું;
મેં તો જોઈ લીધું એમને કરગરીને, ગુજારિશ કરીને.

આખરી ક્ષણે જીવ જશે નટવરનો સાવ આસાનીથી;
જઈ રહ્યો છે દુનિયામાંથી એ શબ્દોને વારિસ કરીને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું