શનિવાર, 10 માર્ચ, 2012

License to Kill



કહો દોસ્તો, હવે કેવી રીતે સાચવું હું મારું દિલ?
એની કાતિલ નજર તો છે જાણે License to Kill. 

કરી મારા નાજુક દિલના ટુકડે ટુકડા બરહેમીથી;
ખીલ ખીલ હસી જાલિમ કહે What a Big Deal?

મારા દુઃખને માણે, દરદ-એ-દિલને એ શું જાણે?
દિલ સાથે રમત રમી એ તો હરદમ મેળવે Thrill.

મગરના આંસુમાં ઓગાળી નમક લગાવે જખમે;
કહો યારો, હવે તમે જ How It could be Heal?

રાહ-એ-ઇશ્કમાં સાથ આપ્યો મને પળ બે પળ;
ને હવે એ તો મોકલ્યા રાખે છે એની યાદોનું Bill.

લખતા લખતા બસ એમ લખાય જાય છે નટવર;
દિલથી લખવામાં તો ન જોઈએ કોઈ મોટી Skill.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું