શનિવાર, 17 માર્ચ, 2012

કવિતા કરું છું...


મોતને મુઠ્ઠીમાં લઈને ફરું છું;
તો ય મોત તારાથી હું ડરું છું.

રોજ પાર કરી સમયની નદી;
શ્વાસના તણખલે એ હું તરું છું.

હવે તો એ ય વીસરી ગયો છું;
હર પળ હું કોને આમ સ્મરું છું?

આંસું સિવાય નથી કોઈ મતા;
લો, સનમ એ આપને ધરું છું.

કહેવાની કોઈ જરૂર છે ખરી?
આપના પર હું રોજ મરું છું!

શું કરે નટવર તન્હાઈમાં કહો;
યાદમાં આપની કવિતા કરું છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું