ગુરુવાર, 22 માર્ચ, 2012

નડવાનું છે


તને  શું ખબર તારા વિના હવે શું થવાનું છે?
બસ જીવવા માટે હવે તો સતત મથવાનું છે.

આ કરો, પેલું કરો, આ ન કરો, પેલું ન કરો;
જિંદગીમાં મહત્વ નાના મોટા  અથવાનું છે.

તારી યાદ બસ એક બહાનું બનીને આવી છે;
બાકી આંખોનું કામ તો અમસ્તું ય રડવાનું છે.

બહુ ચાહ્યું કે હું ય કદી મને સ્પર્શું તારી જેમ;
મારું પ્રતિબિંબ ક્યાં કદી ય મને અડવાનું છે?

તને દિલ સોંપવાનું એક ભલું કામ કર્યું છે મેં;
નહોતી ખબર એ મને જિંદગીભર નડવાનું છે.

કોરા કાગળ જેવું છે દિલ મારું કોરું રહી ગયું;
તારા વરદ હસ્તે ત્યાં નામ તારું લખવાનું છે.

તણખલાનો સહારો હવે કાફી નથી દોસ્ત મારા;
એની યાદોનાં સહારે પુર ઝાંઝવાનું તરવાનું છે.

ઇશ્કમાં સાજો સારો નટવર દિવાનો થઈ ગયો;
આજકાલ દુનિયામાં ચલણ આ જ અફવાનું છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું