સોમવાર, 12 માર્ચ, 2012

ઓ મનચલી


જ્યારથી જોઈ તને ઓ મનચલી;
દિલમાં મારા મચી છે  ખલબલી.

અડ્યો છું જ્યારથી તારા તનમનને;
ટેરવે ટકી ગયો છે સ્પર્શ મખમલી.

મારા તો એ જ કાશી મથુરા દ્વારકા;
તારું ગામ પાદર ઘર, તારી ગલી.

તારા ઇશ્કની આ અસર ય કેવી છે?
હર શખ્સ મને લાગે અલ્લાનો વલી.

આ દુનિયાનું શું કામ છે હવે આપણે?
તારો મારો સાથ છે તો જિંદગી ભલી.

ખોજતો નટવર દર બદર જિંદગીને ;
શોધતી મને એ મારા ઘરમાં મલી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું