શુક્રવાર, 24 ફેબ્રુઆરી, 2012

સમજાવીને

ગયા છે એઓ મારી જિંદગી સાવ અટકાવીને;
શું કરવું મારે હવે આ  અધૂરાં શ્વાસ ટકાવીને?

એમને મળ્યા પછી સાવ બદલાય ગયો છું હું;
જોઈ લીધું મેં ય આયનામાં ખુદને સરખાવીને.

 
બહુ ઉતાવળમાં હશે મારા મિત્રો રોજની જેમ;
ચાલ્યા ગયા મને કબરમાં જીવતો દફનાવીને.

આદત થઈ ગઈ છે ખૂલી આંખે સપના જોવાની;
જીવતર જીવાય જાય બસ આભાસ અપનાવીને.

ભડકો થઈ બળી ગઈ છે લીલી છમ લાગણીઓ;
હોલવી રહ્યો છું દિલની આગ આંખો છલકાવીને.

ગયેલ પળ આવતી નથી પાછી ફરી કદી નટવર;
વહી જાય છે સમય ન સમજવાનું સર્વ સમજાવીને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું